- ===================================================
- ( રાગ: શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી… )
- ===============================================================================
- મોઘવારીએ માઝા મેલી ,ગરીબોનું કોણ બેલી,
- મનમોહન જાગો,
- દયા કરી અમને જીવવા દો.
- તમે છો પ્રધાનમંત્રી, કેવા છે તમારા સંત્રી,
- કોઈ પરદેશ દોડે , કોઈ ક્રિકેટ ના છોડે,
- હવે તો જાગો ,
- દયા કરી અમને જીવવા દો.
- વસ્તુમાં ભાવવધારો, ના જીવવાનો આરો.
- પેટ્રોલમાં થયો પડકારો, સાયકલનો છે વારો ,
- ઊઘ તો ઉડાડો,
- દયા કરી અમને જીવવા દો .
- શરદને લાગી શરદી, આઈસીસીની જોઈએ વર્ધી
- મમતા તો મમત કરે, પ્રફુલ તો પ્લેનમાં ફરે.
- જીદ તો છોડો,
- દયા કરી અમને જીવવા દો.
- ક્રિશ્ના,કપિલ નામ રાખ્યા, બયાનમાં ભાખ્યાં,
- પ્રણવ શું રે થયું , બંગાળ હાથમાંથી ગયું,
- નિદ્રા તો ત્યાગો,
- દયા કરી અમને જીવવા દો.
- કઠોળ થયું છે કડવું, ખાંડ જોઈ ને રડવું,
- શાકભાજી ગયા સુકાઈ, મતિ અમારી મુઝાઇ ,
- લુંટવાનું ત્યાગો,
- દયા કરી અમને જીવવા દો.
- છે નામ સ્વરાજ સારું, શું કર્યું તમે ન્યારું ,
- ભાઈતમે તો જેટલી, લડત આપી કેટલી,
- વિરોધ તો કરો,
- દયા કરી અમને જીવવા દો.
- મુલાયમ, ને લાલુ, મંત્રી પદ છે વહાલું,
- કરાત કેટલે રહ્યા , બંગાળમાં તો વહ્યા ,
- મોહ તો ત્યાગો,
- દયા કરી અમને જીવવા દો.
- લાલકૃષ્ણ કયાં ગયા, સતામાં ના રહ્યા,
- બધા મચી પડો, કમાન્ડોને તો છોડો,
- કષ્ટ તો કાપો,
- દયા કરી અમને જીવવા દો.
- તમે પગારમાં રાચવાના,અમને ભૂલવાના
- આવશે વખત અમારો, ઘેર જવાનો વારો,
- શાનમાં સમજાવો,
- દયા કરી અમને જીવવા દો.
- તમે છો અર્થશાસ્ત્રી, કે સોનિયાના સારથી,
- મોઘવારી ને હણો, સાચા સરદાર બનો,
- સ્વપ્ન સજાવો,
- દયા કરી અમને જીવવા દો.
Archive for જુલાઇ, 2010
મોઘવારી એ તો માઝા મેલી…..
Posted in મોઘવારી... કાવ્ય, tagged KAVYA...MOGHVARI... on જુલાઇ 14, 2010| 5 Comments »
આ અમારું અમદાવાદ છે …….
Posted in SHHER=== AMD==, tagged SHHER.. AMD....SWAPNA on જુલાઇ 11, 2010| 2 Comments »
યાત્રાઓ…….
Posted in YATRAO.... SWAPNA on જુલાઇ 11, 2010| Leave a Comment »
નેતા બની ગયો……..
Posted in NETAO......, tagged NETA..... SWAPNA... on જુલાઇ 10, 2010| Leave a Comment »
પિચકારી મને ના મારશો……….
Posted in Bajan-pad, Uncategorized, tagged Adhy Kvi Nrasih Mheta.. swapna on જુલાઇ 9, 2010| Leave a Comment »
ગુજરાતની વિભૂતિઓ ને પ્રદેશો
Posted in Ukhna=== VIsheshno, tagged GUJARAT==== SWAPNA .... on જુલાઇ 9, 2010| Leave a Comment »
ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો
Posted in Uncategorized on જુલાઇ 9, 2010| Leave a Comment »
ગુજરાતની મહાન વિભૂતિઓ અને પ્રદેશો
Posted in Uncategorized, tagged GUJARAT===SWAPNA=UKHANA on જુલાઇ 4, 2010| Leave a Comment »
- મિત્રો ગુજરાત–ગુજરાતમાં આપનું સ્વાગત છે
- ===============================================================.
- ગુજરાતની કેટલાક મહાન વિભૂતિઓ અને પ્રદેશને અનુરૂપ ઉખાણા .
- રજુ કરું છુ. તેમાં વધારો કરશો અને સુધારો પણ કરશો.
- ========================================================
- (૧) ગુણ- ગરબા – અને ગૌરવ =========== = ગુજરાતના ,
- (૨) સત્ય — અહિંસા – અને સત્યાગ્રહ ========== મહાત્મા ગાંધીજીના,
- (૩) એકતા — અખંડીતતા – અને નીડરતા===== ===સરદાર પટેલના,
- (૪) વટ — વચન —–અને વિશ્વનીયતા ======== વિઠ્ઠલભાઈ પટેલના,
- (૫) સંસ્કાર– સુંદરતા — અને શિક્ષણ ======= ===સયાજીરાવ ગાયકવાડના,
- (૬) સેવા — સાદાઈ—- અને સદવિચાર =========રવિશંકર મહારાજના ,
- (૭) ઈચ્છા— નિષ્ઠા — અને અડગતા =========== ઇન્દુલાલ યાજ્ઞિકના,
- (૮) દેવું —- ડાંસ—– અને ડાંગર ============== દસ્કોશીના ,
- (૯) ઘઉં — ઘોડી —- અને ગરાસ =========== ==ભાલના ,
- (૧૦) મગ— મહેનત — અને માણસાઈ=========== મહેસાણાના ,
- (૧૧) સ્વાદ— સાડી—– અને રસિકતા ===========સુરતના,
- (૧૨) ચલમ– ચુંદડી —- અને ચતુરાઈ ===========ચરોતરના ,
- (૧૩) કડબ — કઠણાઈ– અને કિનખાબ ========= =કચ્છના ,
- (૧૪) પટોળા — પટલાઈ– અને પ્રભુતા ========== પાટણના,
- (૧૫) સંત— શુરા—— અને સાવજ =========== =સૌરાષ્ટ્રના ,
- (૧૬) વેપાર– વણજ– અને વિશ્વનામના========= ગરવા ગુજરાતીના .
- ===================================================
- ગુજરાત=== ગુજરાત== ના ઉદભવનની શુભેચ્છા સાથે.
- =================================================
- સ્વપ્ન જેસરવાકર . ( ગોવિંદ પટેલ )
નહેરુ થી નરસિહ સુધી
Posted in Uncategorized, tagged RAJKIY== SWAPNA on જુલાઇ 3, 2010| Leave a Comment »
મુક્તક
Posted in સ્વપ્ન જેસરવાકર, tagged અમેરિકા, કવિતા, રાજકીય, સ્વપ્ન જેસરવાકર on જુલાઇ 2, 2010| Leave a Comment »
ગૌરવ કથા ગુજરાતની—— શૂન્ય પાલનપૂરી
Posted in 'શૂન્ય' પાલનપુરી, tagged અમેરિકા, રાજકીય, શેર, સ્વપ્ન જેસરવાકર on જુલાઇ 2, 2010| Leave a Comment »
ગૌરવ કથા ગુજરાતની—— શૂન્ય પાલનપૂરી
વિશ્વને રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની,
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની.
‘ડાંગ’ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી,
દુશ્મનોએ જોઇ છે ક્યાં એકતા ગુજરાતની?
મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો,
રંગ લાવી છે શહીદી-ભાવના ગુજરાતની.
ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર,
ભૂલશે ઇતિહાસ ના ગૌરવ-કથા ગુજરાતની.
ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!’
કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની.
માતા કેરા ચીર સાથે ખેલનારા! સાવધાન!
કૈં મહાભારત ન સર્જે ઉર વ્યથા ગુજરાતની.
શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની.
-‘શૂન્ય’ પાલનપુરી
સન્કલન — સ્વપ્ન જેસરવાકર
તો આપો
Posted in Uncategorized, tagged GHAYL=== SWAPNA on જુલાઇ 2, 2010| Leave a Comment »
ખુમારીના બાદશાહ મુરબ્બી “ઘાયલ” સાહેબે
કરામત છે ” ક” ની અમેરિકામાં
Posted in સ્વપ્ન જેસરવાકર, tagged અમેરિકા, કવિતા, રાજકીય, શેર, સ્વપ્ન જેસરવાકર on જુલાઇ 2, 2010| Leave a Comment »
કરામત છે ” ક” ની અમેરિકામાં
સ્વર્ણિમ ગુજરાતના વર્ષે અવિનાશ વ્યાસની રચના
Posted in સ્વપ્ન જેસરવાકર, tagged અમેરિકા, કવિતા, રાજકીય, સ્વપ્ન જેસરવાકર on જુલાઇ 2, 2010| Leave a Comment »
સ્વર્ણિમ ગુજરાતના વર્ષે અવિનાશ વ્યાસની રચના
શેર
Posted in સ્વપ્ન જેસરવાકર, tagged અમેરિકા, કવિતા, રાજકીય, શેર, સ્વપ્ન જેસરવાકર on જુલાઇ 2, 2010| Leave a Comment »
સ્વર્ણિમ ગુજરાત
Posted in Uncategorized, tagged SWARNIM GUJARAT === SWAPNA on જુલાઇ 2, 2010| Leave a Comment »
ગરવા ગુજરાતી જનો ,
જય ગુજરાત , જય ગુજરાત ,જય જય ગરવી ગુજરાત , આપણુ ગુજરાત ,સ્વર્ણિમ ગુજરાત આજે ૧ લી મે ૨૦૧૦ ના રોજ ગુજરાત પચાસ વર્ષ પુરા કરી રહ્યું છે . તે પ્રસંગે માં ગુજ્જરીને શત શત વંદન . નરશીહ મહેતા , દલપતરામ .નર્મદ ,ગોવર્ધનરામ ,નાનાલાલ, અને નામી અનામી
કવિઓ ,લેખકો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીબાપુ , એકતા ના સર્જક સરદાર વલ્લભભાઈ પટેલ ,વીર વિઠલભાઈ
ગણેશ માવલંકર ,પુરશોતમ માવલંકર ,ગુજરાતની લડતના સેનાની ઇન્દુચાચા અને નામી અનામી શહીદોને
આજના દિવસે શ્રદ્ધાંજલિ અર્પીએ અને રાષ્ટીય શાયર ઝવેરચંદ મેઘાણીની શોર્ય કથાઓને યાદ કરીએ અને
પૂજ્ય રવિશંકર દાદાની સેવાભાવના અને સાદાઈ અપનાવીએ એ ગુજરાતની સંસ્કૃતિ ,સંસ્કાર સેવા ,સમન્વય
અને સ્વાગત ને કુટુંબ,સમાજ,પરિવાર મિત્રો, અને જગત ના જન જન સુધી પ્રસરાવીએ અને દેશ-દુનિયા માં
ગુજરાતના વિકાસ ,વૈભવ , વિચારો ,વ્યાપાર ને વહીવટને ઉન્નત કરીએ તોજ સાચી સ્વર્ણિમ ગુજરાતી ઉજવણી
સાકાર થશે
સંસ્કૃત તો છે ધર્મ ની ભાષા વળી અગ્રેજી વેપારે વપરાય
હિન્દી તો છે રાષ્ટ્ર ભાષા પણ ગુજરાતીએ વિવેક દેખાય
ગોવિંદ પટેલ ( સ્વપ્ન જેસરવાકર )
લોસ એન્જલસ , અમેરિકા
આઝાદી ના પચાસમાં વરસે
Posted in સ્વપ્ન જેસરવાકર, tagged અમેરિકા, કવિતા, રાજકીય, સ્વપ્ન જેસરવાકર on જુલાઇ 2, 2010| Leave a Comment »
ડોલર તારા દેશમાં
Posted in સ્વપ્ન જેસરવાકર, tagged અમેરિકા, કવિતા, રાજકીય, સ્વપ્ન જેસરવાકર on જુલાઇ 2, 2010| Leave a Comment »
ડોલર તારા દેશમાં
Posted in સ્વપ્ન જેસરવાકર, tagged અમેરિકા, કવિતા, રાજકીય, સ્વપ્ન જેસરવાકર on જુલાઇ 2, 2010| Leave a Comment »
( ૧) સંસ્કૃત તો છે ધર્મ ની ભાષા અને અંગ્રેજી તો વેપારે વપરાય
મુક્તકો
Posted in Uncategorized, tagged રાજકીય on જુલાઇ 2, 2010| 2 Comments »
“મુક્તકો ”
————————પ્રિય મિત્રો—– આપણા દેશની અત્યારની પરિસ્થિતિને
અનુરૂપ થોડા “મુક્તકો ” મુકું છું. આશા છે આપને ગમશે .
મુક્તકો
( ૧) ગરજતી ને વરસતી આ ચુંટણી સભા જોવા દે ,
આક્ષેપબાજી ને નારા દ્વારા વ્યક્ત થતી વ્યથા જોવા દે
સળગી રહી છે સરહદો ને, વિલાઈ દયું છે “સ્વપ્ન”,
આઝાદ હિન્દુસ્તાન ની થયેલ આ દુર્દશા જોવા દે .
——————===========————————-
( ૨) કૌભાંડો ને ગોટાળા જેવું રાજકારણ છે આપણું,
લોકો ભલે પાડતા બુમો, પણ આ રાજ છે આપણું,
ચુંટણી ટાણે દઈ ભેટ અને વચનોનું “સ્વપ્ન “
પાંચ વરસ ચરી ખાવાનું આ ખેતર છે આપણું
——————–============————————
.
( ૩) સરવાળો કર્યો છે એમણે હમેશાં કૌભાંડોનો ,
ગુણાકાર ગણ્યો છે એમના બેનામી ખાતાઓનો,
ભાગકારનું “સ્વપ્ન” છે એમનું આ દેશની સરહદોનું ,
બાદબાકીમાં ગણી લીધું છે એમને આપેલા વચનોનું .
=======================================
( ૪) હિન્દી ને રાષ્ટ્રભાષાના ગૌરવભર્યા સ્થાને જુઓ ,
વિજ્ઞાનને વિશ્વનામના ના અગ્રેસર સ્થાને જુઓ ,
ઈતિહાસને યાદ કરોને આઝાદીના આગણે જુઓ ,
ભૂગોળ ને ભૂમિતિ ને અખંડીતાતાના તાંતણે જુઓ,
ગણિત ગણો પણ લોક કલ્યાણના નાદ ને જુઓ
વ્યાકરણમાં વીટરાઈ ને માનવતાને આબાદ જુઓ ,
રમત રમશો નહિ કદી કચ્છ કે કાશ્મીરના “સ્વપ્ન” પર
ભાગલા છે ભાષાના પણ મરશું અખંડ હિંદના નામ પર
=========================================
સ્વપ્ન જેસરવાકર
ગોવિદભાઇ પટેલ
Filed under: ગોવિંદ પટેલ ( સ્વપ્ન જેસરવાકર ) | Tagged: ગુજરાતી કવિતા