Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘Uncategorized’ Category

Advertisements

Read Full Post »

 
GOVIND  PATEL--- SWAPNA

ગુજરાત ના બાળકો……

 

ગુજરાતના બાળકો રે======
================================================================
અમે ગરવી ગુજરાતના બાળકો રે,
જેનો ગરવો ગણાય ઈતિહાસ રે ….અમે.
જેમાં જુનાગઢ તો શોભતો રે,
જેમાં મહી– નર્મદાનો નિવાસ રે…..અમે.
કૃષ્ણ ને સુદામા ની ભોમકા રે,
જ્યાં વાગે નરસૈયાની કરતાલ રે….અમે.
થયા કલાપી-નર્મદ ને મુનશી રે,
જેમાં જન્મ્યામેઘાણી સરખાવીર રે….અમે.
થયા ગાંધી- મહાદેવ ને કસ્તુબા રે,
જ્યાંથી વાગી આઝાદીની હાક રે ….અમે.
જેમાં વિઠ્ઠલ અને વલ્લભ થયા રે,
કર્યું “સ્વપ્ન” ભારતનું સાકાર રે….અમે.
જેમાં સરદાર સરોવર શોભતું રે,
બન્યું છે ગરવું ગુજરાત ખુશહાલ રે….અમે.
===================================================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ)
ગુજરાત == સ્વપ્ન

Tags: ગુજરાત—, સ્વપ્ન… //

Read Full Post »

 • મિત્રો  ગુજરાત–ગુજરાતમાં  આપનું   સ્વાગત  છે 
 • ===============================================================.
 • ગુજરાતની  કેટલાક  મહાન   વિભૂતિઓ  અને પ્રદેશને અનુરૂપ  ઉખાણા .
 • રજુ કરું છુ. તેમાં વધારો કરશો  અને સુધારો પણ કરશો.
 • ========================================================
 • (૧)    ગુણ-   ગરબા –   અને    ગૌરવ =========== = ગુજરાતના ,
 • (૨)   સત્ય —  અહિંસા – અને સત્યાગ્રહ ========== મહાત્મા  ગાંધીજીના,
 • (૩)   એકતા — અખંડીતતા – અને નીડરતા===== ===સરદાર   પટેલના,
 • (૪)   વટ —  વચન —–અને  વિશ્વનીયતા ======== વિઠ્ઠલભાઈ  પટેલના,
 • (૫)   સંસ્કાર– સુંદરતા  — અને   શિક્ષણ  ======= ===સયાજીરાવ  ગાયકવાડના,
 • (૬)   સેવા —  સાદાઈ—- અને  સદવિચાર =========રવિશંકર  મહારાજના ,
 • (૭)   ઈચ્છા— નિષ્ઠા — અને  અડગતા =========== ઇન્દુલાલ  યાજ્ઞિકના,
 •  (૮)  દેવું —-  ડાંસ—– અને  ડાંગર ==============  દસ્કોશીના ,
 • (૯)   ઘઉં —  ઘોડી —- અને ગરાસ =========== ==ભાલના ,
 • (૧૦) મગ— મહેનત — અને માણસાઈ=========== મહેસાણાના ,
 • (૧૧) સ્વાદ— સાડી—– અને  રસિકતા ===========સુરતના,
 • (૧૨)  ચલમ– ચુંદડી —- અને ચતુરાઈ ===========ચરોતરના ,
 • (૧૩)   કડબ — કઠણાઈ– અને કિનખાબ ========= =કચ્છના ,
 • (૧૪)  પટોળા — પટલાઈ– અને પ્રભુતા ==========   પાટણના,
 • (૧૫)  સંત—  શુરા—— અને  સાવજ =========== =સૌરાષ્ટ્રના ,
 • (૧૬)  વેપાર–  વણજ– અને વિશ્વનામના========= ગરવા ગુજરાતીના .
 • ===================================================
 • ગુજરાત=== ગુજરાત== ના ઉદભવનની  શુભેચ્છા  સાથે.
 • =================================================
 • સ્વપ્ન જેસરવાકર . ( ગોવિંદ  પટેલ )
 •  

Read Full Post »

દોર   દમામ  
===========================================
નેતા  જેવો  દોરદમામ, બીજે  નથી    મળવાનો,
મોટર, બંગલા  ને આરામ, બીજે નથી  મળવાનો.
લાખ સમજાવે  લોક પણ નથી છુટતું  ” સ્વપ્ન “
ખુરશી  જેવો  પ્રેમ, બીજે ક્યાય નથી   મળવાનો
.=================================
 
    નહેરુ  થી  નરસિહ  સુધી============================
 
મતદાર  ને  આ ભારત , નહેરુ  થી  નરસિહ  સુધી,
એ  જ  ખુરશીની  લડત ,  નહેરુથી   નરસિહ  સુધી.
કૌભાંડોની  કથા  ક્દી,     કયારેક   સત્તાનો  નશો,
સમિતિ   નીમવાની રમત, નહેરુથી  નરસિહ સુધી.
મતદારોને  રીઝવવા  દામ ને દારૂની  મહેફિલ,
વચનોની   શી   કિંત,     નહેરુથી   નરસિહ સુધી .
ભાષણો –   ભોપાળા   ને   ભાડા  –  ભથ્થા ,
વિદેશ  પ્રવાસની   લત,  નહેરુથી   નરસિહ સુધી.
હારનો  ભય   છે  અને   ” સ્વપ્ન ”  છે  જીતનું,
સેવાને- સદાચારની  અછત , નહેરુથી નરસિહ સુધી.
===========================================
 
ગુજરાતના બેનમુન શાયર અને ગઝલકાર  જનાબ
શેખાદમ આબુવાલાના ” આદમ થી શેખાદમ સુધી”
પરથી  લખવાનો પ્રયત્ન  તેઓને શ્રધાંજલિ રૂપે.====
====================================
સ્વપ્ન જેસરવાકર
 
TAG== swapn ===  GOVIND  PATEL===
મારા  ગીતો- કવિતા -મુક્તકો-વાચો == સ્વપ્ન સમર્પણ
 
htt// swapna99.wordpress.com.

Read Full Post »

તો આપો

ખુમારીના બાદશાહ મુરબ્બી “ઘાયલ” સાહેબે

રાજકોટમાં પંડિત જવાહરલાલ નહેરુને મોઢામોઢ
સંભળાવેલી એક રચના રજુ કરું છું.
======================================
તો આપો
=====================================
મેલું ઘેલું મકાન તો આપો !
ધૂળ જેવું ય ધાન તો આપો !
સાવ જુઠું શું કામ બોલો છો ,
કોક સાચી જબાન તો આપો.
થોડો ઝાઝો હિસાબ તો આપો !
ખોટો સાચો જવાબ તો આપો !
બાગમાં ભાગ છે અમારો પણ,
એક વાસી ગુલાબ તો આપો.
સુખના બે ચાર શ્વાસ તો આપો !
જીન્દગાનીનો ભાસ તો આપો !
મુક્ત વાતાવરણના સ્વામીઓ ,
કેં હવા કેં ઉજાસ તો આપો .!
મુક્તિનું એને સાજ તો આપો !
આદમીનો અવાજ તો આપો !
માઈના પુત માનવીને પ્રથમ ,
માનવીનો મિજાજ તો આપો !
(મુરબ્બી ” ઘાયલ “ સાહેબની જેમ હરેક નાગરિક આવી ખુમારી દાખવે તો
રાજકીય નેતાઓને હાજર હજૂર જવાબ મળી જાય …………
સ્વપ્ન જેસરવાકર

Read Full Post »

 ગરવા ગુજરાતી જનો ,

જય ગુજરાત , જય ગુજરાત ,જય જય ગરવી ગુજરાત , આપણુ ગુજરાત ,સ્વર્ણિમ ગુજરાત આજે ૧ લી મે ૨૦૧૦ ના રોજ ગુજરાત પચાસ વર્ષ પુરા કરી રહ્યું છે . તે પ્રસંગે માં ગુજ્જરીને શત શત વંદન . નરશીહ મહેતા , દલપતરામ .નર્મદ ,ગોવર્ધનરામ ,નાનાલાલ, અને નામી અનામી
કવિઓ ,લેખકો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીબાપુ , એકતા ના સર્જક સરદાર વલ્લભભાઈ પટેલ ,વીર વિઠલભાઈ
ગણેશ માવલંકર ,પુરશોતમ માવલંકર ,ગુજરાતની લડતના સેનાની ઇન્દુચાચા અને નામી અનામી શહીદોને
આજના દિવસે શ્રદ્ધાંજલિ અર્પીએ અને રાષ્ટીય શાયર ઝવેરચંદ મેઘાણીની શોર્ય કથાઓને યાદ કરીએ અને
પૂજ્ય રવિશંકર દાદાની સેવાભાવના અને સાદાઈ અપનાવીએ એ ગુજરાતની સંસ્કૃતિ ,સંસ્કાર સેવા ,સમન્વય
અને સ્વાગત ને કુટુંબ,સમાજ,પરિવાર મિત્રો, અને જગત ના જન જન સુધી પ્રસરાવીએ અને દેશ-દુનિયા માં
ગુજરાતના વિકાસ ,વૈભવ , વિચારો ,વ્યાપાર ને વહીવટને ઉન્નત કરીએ તોજ સાચી સ્વર્ણિમ ગુજરાતી ઉજવણી
સાકાર થશે

સંસ્કૃત તો છે ધર્મ ની ભાષા વળી અગ્રેજી વેપારે વપરાય
હિન્દી તો છે રાષ્ટ્ર ભાષા પણ ગુજરાતીએ વિવેક દેખાય

ગોવિંદ પટેલ ( સ્વપ્ન જેસરવાકર )
લોસ એન્જલસ , અમેરિકા

Read Full Post »

મુક્તકો

“મુક્તકો ”

————————પ્રિય મિત્રો—– આપણા દેશની અત્યારની પરિસ્થિતિને

અનુરૂપ થોડા “મુક્તકો ” મુકું છું. આશા છે આપને ગમશે .

મુક્તકો

( ૧) ગરજતી ને વરસતી આ ચુંટણી સભા જોવા દે ,

આક્ષેપબાજી ને નારા દ્વારા વ્યક્ત થતી વ્યથા જોવા દે

સળગી રહી છે સરહદો ને, વિલાઈ દયું છે “સ્વપ્ન”,

આઝાદ હિન્દુસ્તાન ની થયેલ આ દુર્દશા જોવા દે .

——————===========————————-

( ૨) કૌભાંડો ને ગોટાળા જેવું રાજકારણ છે આપણું,

લોકો ભલે પાડતા બુમો, પણ આ રાજ છે આપણું,

ચુંટણી ટાણે દઈ ભેટ અને વચનોનું “સ્વપ્ન “

પાંચ વરસ ચરી ખાવાનું આ ખેતર છે આપણું

——————–============————————

.

( ૩) સરવાળો કર્યો છે એમણે હમેશાં કૌભાંડોનો ,

ગુણાકાર ગણ્યો છે એમના બેનામી ખાતાઓનો,

ભાગકારનું “સ્વપ્ન” છે એમનું આ દેશની સરહદોનું ,

બાદબાકીમાં ગણી લીધું છે એમને આપેલા વચનોનું .

=======================================

( ૪) હિન્દી ને રાષ્ટ્રભાષાના ગૌરવભર્યા સ્થાને જુઓ ,

વિજ્ઞાનને વિશ્વનામના ના અગ્રેસર સ્થાને જુઓ ,

ઈતિહાસને યાદ કરોને આઝાદીના આગણે જુઓ ,

ભૂગોળ ને ભૂમિતિ ને અખંડીતાતાના તાંતણે જુઓ,

ગણિત ગણો પણ લોક કલ્યાણના નાદ ને જુઓ

વ્યાકરણમાં વીટરાઈ ને માનવતાને આબાદ જુઓ ,

રમત રમશો નહિ કદી કચ્છ કે કાશ્મીરના “સ્વપ્ન” પર

ભાગલા છે ભાષાના પણ મરશું અખંડ હિંદના નામ પર

=========================================

સ્વપ્ન જેસરવાકર

ગોવિદભાઇ પટેલ

Filed under: ગોવિંદ પટેલ ( સ્વપ્ન જેસરવાકર ) | Tagged:

Read Full Post »

Older Posts »