Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ
 •         
  મોઘવારી એ તો માઝા મેલી…..
 •              
 •  
 •  
 • ===================================================
 •   (  રાગ:  શંભુ શરણે  પડી માગું ઘડી રે ઘડી… )
 • ===============================================================================
 •  
 • મોઘવારીએ માઝા મેલી ,ગરીબોનું કોણ  બેલી,
 • મનમોહન જાગો,
 •                                        દયા કરી અમને જીવવા દો.
 • તમે છો પ્રધાનમંત્રી, કેવા   છે તમારા  સંત્રી,
 • કોઈ  પરદેશ  દોડે , કોઈ  ક્રિકેટ  ના છોડે,
 • હવે તો જાગો ,
 •                                     દયા  કરી  અમને  જીવવા   દો.
 • વસ્તુમાં ભાવવધારો, ના જીવવાનો  આરો.
 • પેટ્રોલમાં થયો પડકારો, સાયકલનો છે વારો ,
 • ઊઘ તો ઉડાડો,
 •                                  દયા  કરી  અમને   જીવવા દો .
 • શરદને લાગી શરદી, આઈસીસીની જોઈએ  વર્ધી 
 • મમતા તો મમત  કરે, પ્રફુલ તો પ્લેનમાં  ફરે.
 • જીદ તો છોડો,  
 •                                            દયા  કરી  અમને   જીવવા દો.
 • ક્રિશ્ના,કપિલ નામ રાખ્યા, બયાનમાં ભાખ્યાં,
 • પ્રણવ શું રે થયું , બંગાળ હાથમાંથી  ગયું,
 • નિદ્રા  તો ત્યાગો,
 •                             દયા કરી  અમને  જીવવા દો.
 • કઠોળ  થયું છે  કડવું, ખાંડ જોઈ ને  રડવું,
 • શાકભાજી ગયા સુકાઈ, મતિ અમારી મુઝાઇ ,
 • લુંટવાનું  ત્યાગો,
 •                          દયા  કરી  અમને  જીવવા દો.
 • છે  નામ  સ્વરાજ સારું, શું કર્યું  તમે  ન્યારું ,
 • ભાઈતમે તો  જેટલી, લડત આપી કેટલી,
 • વિરોધ તો કરો,
 •                        દયા  કરી અમને જીવવા દો.
 • મુલાયમ, ને લાલુ, મંત્રી પદ  છે વહાલું,
 • કરાત કેટલે રહ્યા , બંગાળમાં તો વહ્યા ,
 • મોહ તો ત્યાગો,
 •                      દયા કરી  અમને જીવવા  દો.
 • લાલકૃષ્ણ કયાં ગયા, સતામાં ના રહ્યા,
 • બધા મચી પડો, કમાન્ડોને  તો છોડો,
 • કષ્ટ તો કાપો,
 •                    દયા કરી અમને જીવવા દો.
 • તમે પગારમાં રાચવાના,અમને ભૂલવાના
 • આવશે વખત અમારો, ઘેર જવાનો  વારો,
 • શાનમાં સમજાવો,
 •                    દયા કરી અમને  જીવવા  દો.
 • તમે છો અર્થશાસ્ત્રી, કે સોનિયાના સારથી,
 • મોઘવારી  ને હણો, સાચા  સરદાર  બનો,
 • સ્વપ્ન  સજાવો,
 •                  દયા કરી  અમને જીવવા દો.
====================================================
 
સ્વપ્ન  જેસરવાકર  ( ગોવિંદ પટેલ )
( મિત્રો શક્ય એટલા બધા પક્ષો ને લઈ લીધા છે )

 મોઘવારી…. કાવ્ય…   સ્વપ્ન  

Advertisements

આ અમારું અમદાવાદ છે …….

          આ અમારું  અમદાવાદ  છે……
===========================================================
 
કયાંક  વાદો વાદ છે,  અને  કયાંક   સમાજવાદ   છે,
                                  પણ   ભાઈ આ  અમારું  અમદાવાદ  છે.
કયાંક જુઓ  સામ્યવાદ  ને  કયાંક   અલ્હાબાદ   છે,
                                 પણ   ભાઈ  આ  અમારું  અમદાવાદ  છે.
સસલાએ  કુતરાને  પાછો  પડ્યો  એ નિર્વિવાદ  છે,
                                પણ  ભાઈ   આ અમારું   અમદાવાદ  છે.
પ્રથમ  મિલ  થઈ  અહિયાં ,   એ સમયનો  સાદ  છે,
                               પણ  ભાઈ   આ  અમારું    અમદાવાદ  છે.
દાંડીયાત્રા શરુ થઈ  અને  ભારત છોડોનો  નાદ છે,
                               પણ  ભાઈ  આ   અમારું   અમદાવાદ   છે.
સભા- સરઘસો સાથે ખાડિયાની ખુમારી  પ્રખ્યાત છે,
                               પણ  ભાઈ  આ   અમારું    અમદાવાદ   છે.
અહી  જુઓ  તો  સાબરનાં  પાણીનો  અનેરો સ્વાદ  છે,
                               પણ  ભાઈ  આ   અમારું    અમદાવાદ   છે.
નવનિર્માણ-મહાગુજરાતની લડતની  અગ્રેસરતા  યાદ છે,
                               પણ    ભાઈ  આ  અમારું   અમદાવાદ   છે.
લશ્કરને  વધાવ્યું  ને પછી   સામનો  કરવા તેયાર  છે,
                              પણ   ભાઈ   આ    અમારું   અમદાવાદ  છે.
વિશ્વનામનાનો ડંકો  જરૂર  વગાડીશું  સ્વપ્ન” નો સાદ છે,
                              પણ   ભાઈ   આ અમારું    અમદાવાદ   છે.   
============================================================= 
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ  પટેલ)
 

યાત્રાઓ…….

          =============================
            યાત્રાઓ
     ==============================
 
યાત્રા યાત્રા શું કરો, યાત્રા તો અનેક યોજાય,
કૈક વિકાસ યાત્રા તો  કૈક ગૌરવ યાત્રા  થાય.
પણ  સાચી તો જગન્નાથની રથયાત્રા  કહેવાય,
જ્યાં ભક્તિ ભાવથી માનવ મહેરામણ ઉભરાય.
===========================================
આજકાલ  તો  યાત્રાનું   વધ્યું   છે  ચલણ ,
કૈક  વાતે  વાતે  યાત્રાનું   લે  એ  વલણ.
પણ જુઓ ગાંધીજી ની  દાંડી યાત્રાએ ,
આઝાદીના સ્વપ્નનું  સફળ  થયું   ચરણ .
==========================================
યાદ કરો તમે રવિશંકર દાદાની સેવા યાત્રા ,
જયપ્રકાશ નારાયણની  સુરાજ્ય  કેરી  યાત્રા.
સરદાર પટેલની  સોમનાથ  સંકલ્પ  કેરી ને,
એકતા-અખંડીતતા તણી અખંડ ભારત યાત્રા.
==========================================
ઉઠો  યુવાનો  હવે  સંકલ્પ  કરો ને  કામનો,
ભારત  ભાગ્ય  વિધતા  જ  બને એ  નામનો.
ભય -ભૂખ- ભ્રટાચાર  ને  મિટાવી  ને “સ્વપ્ન “
કરીશું  સુવર્ણ  પથ ભારતના  ભવ્ય  વિચારનો .
==========================================
 
 સ્વપ્ન જેસરવા  ( ગોવિંદ પટેલ )
 
 
                  

નેતા બની ગયો……..

                નેતા  બની  ગયો……….
===============================
  
નાગરિક ના બની શક્યો, એ   નેતા  બની  ગયો,
બધાય ને   બનાવી ને, એ  પોતે   બની  ગયો.
છે  અમારા દિલમાં હજુએ એ ડાઘ,
એ   અમારા  ડાઘ  ને,  ઘોળી  ને  પી   ગયો …..નાગરિક….
જીવવું  પણ દોહ્યલું  બન્યું છે હવે,
અમારી એ વ્યથાને એ  મજાક માની  ગયો….. નાગરિક….
ગેસ, ડીઝલ.પેટ્રોલ તો  મઝા  મૂકી,
અમારી વાતોને એ  હવામાં ઉડાવી ગયો….. નાગરિક….
પાંચ વર્ષે  ફરી હાથ જોડી ઉભા રહ્યા,
કમળ ને પંજો એકબીજાને  ભાંડી  ગયો…….. નાગરિક….
નહોતું  કશું  ય  પણ હવે  છે  બધું  જ ,
સાયકલવાળો જ હવે  મોટરે ચઢી  ગયો……  નાગરિક…..
“સ્વપ્ન” હતું  જે  એ  પૂરું  થઈ  ગયું,
ઉધાર માંગતો એ  કરોડોએ પહોચી  ગયો … નાગરિક…
====================================================
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )
 (નાગરિકનો અર્થ દેશ અને પ્રજાને વફાદાર સમજવો)

 

ગુજરાતની વિભૂતિઓ અને પ્રદેશો

 

મિત્રો ગુજરાત–ગુજરાતમાં આપનું સ્વાગત છે
===============================================================.
ગુજરાતની કેટલાક મહાન વિભૂતિઓ અને પ્રદેશને અનુરૂપ ઉખાણા .
રજુ કરું છુ. તેમાં વધારો કરશો અને સુધારો પણ કરશો.
========================================================
(૧) ગુણ- ગરબા – અને ગૌરવ =========== = ગુજરાતના ,
(૨) સત્ય — અહિંસા – અને સત્યાગ્રહ ========== મહાત્મા ગાંધીજીના,
(૩) એકતા — અખંડીતતા – અને નીડરતા===== ===સરદાર પટેલના,
(૪) વટ — વચન —–અને વિશ્વનીયતા ======== વિઠ્ઠલભાઈ પટેલના,
(૫) સંસ્કાર– સુંદરતા — અને શિક્ષણ ======= ===સયાજીરાવ ગાયકવાડના,
(૬) સેવા — સાદાઈ—- અને સદવિચાર =========રવિશંકર મહારાજના ,
(૭) ઈચ્છા— નિષ્ઠા — અને અડગતા =========== ઇન્દુલાલ યાજ્ઞિકના,
(૮) દેવું —- ડાંસ—– અને ડાંગર ============== દસ્કોશીના ,
(૯) ઘઉં — ઘોડી —- અને ગરાસ =========== ==ભાલના ,
(૧૦) મગ— મહેનત — અને માણસાઈ=========== મહેસાણાના ,
(૧૧) સ્વાદ— સાડી—– અને રસિકતા ===========સુરતના,
(૧૨) ચલમ– ચુંદડી —- અને ચતુરાઈ ===========ચરોતરના ,
(૧૩) કડબ — કઠણાઈ– અને કિનખાબ ========= =કચ્છના ,
(૧૪) પટોળા — પટલાઈ– અને પ્રભુતા ========== પાટણના,
(૧૫) સંત— શુરા—— અને સાવજ =========== =સૌરાષ્ટ્રના ,
(૧૬) વેપાર– વણજ– અને વિશ્વનામના========= ગરવા ગુજરાતીના .
===================================================
ગુજરાત=== ગુજરાત== ના ઉદભવનની શુભેચ્છા સાથે.
=================================================
સ્વપ્ન જેસરવાકર . ( ગોવિંદ પટેલ )

 
GOVIND  PATEL--- SWAPNA

ગુજરાત ના બાળકો……

 

ગુજરાતના બાળકો રે======
================================================================
અમે ગરવી ગુજરાતના બાળકો રે,
જેનો ગરવો ગણાય ઈતિહાસ રે ….અમે.
જેમાં જુનાગઢ તો શોભતો રે,
જેમાં મહી– નર્મદાનો નિવાસ રે…..અમે.
કૃષ્ણ ને સુદામા ની ભોમકા રે,
જ્યાં વાગે નરસૈયાની કરતાલ રે….અમે.
થયા કલાપી-નર્મદ ને મુનશી રે,
જેમાં જન્મ્યામેઘાણી સરખાવીર રે….અમે.
થયા ગાંધી- મહાદેવ ને કસ્તુબા રે,
જ્યાંથી વાગી આઝાદીની હાક રે ….અમે.
જેમાં વિઠ્ઠલ અને વલ્લભ થયા રે,
કર્યું “સ્વપ્ન” ભારતનું સાકાર રે….અમે.
જેમાં સરદાર સરોવર શોભતું રે,
બન્યું છે ગરવું ગુજરાત ખુશહાલ રે….અમે.
===================================================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ)
ગુજરાત == સ્વપ્ન

Tags: ગુજરાત—, સ્વપ્ન… //