Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ
 • મિત્રો  ગુજરાત–ગુજરાતમાં  આપનું   સ્વાગત  છે 
 • ===============================================================.
 • ગુજરાતની  કેટલાક  મહાન   વિભૂતિઓ  અને પ્રદેશને અનુરૂપ  ઉખાણા .
 • રજુ કરું છુ. તેમાં વધારો કરશો  અને સુધારો પણ કરશો.
 • ========================================================
 • (૧)    ગુણ-   ગરબા –   અને    ગૌરવ =========== = ગુજરાતના ,
 • (૨)   સત્ય —  અહિંસા – અને સત્યાગ્રહ ========== મહાત્મા  ગાંધીજીના,
 • (૩)   એકતા — અખંડીતતા – અને નીડરતા===== ===સરદાર   પટેલના,
 • (૪)   વટ —  વચન —–અને  વિશ્વનીયતા ======== વિઠ્ઠલભાઈ  પટેલના,
 • (૫)   સંસ્કાર– સુંદરતા  — અને   શિક્ષણ  ======= ===સયાજીરાવ  ગાયકવાડના,
 • (૬)   સેવા —  સાદાઈ—- અને  સદવિચાર =========રવિશંકર  મહારાજના ,
 • (૭)   ઈચ્છા— નિષ્ઠા — અને  અડગતા =========== ઇન્દુલાલ  યાજ્ઞિકના,
 •  (૮)  દેવું —-  ડાંસ—– અને  ડાંગર ==============  દસ્કોશીના ,
 • (૯)   ઘઉં —  ઘોડી —- અને ગરાસ =========== ==ભાલના ,
 • (૧૦) મગ— મહેનત — અને માણસાઈ=========== મહેસાણાના ,
 • (૧૧) સ્વાદ— સાડી—– અને  રસિકતા ===========સુરતના,
 • (૧૨)  ચલમ– ચુંદડી —- અને ચતુરાઈ ===========ચરોતરના ,
 • (૧૩)   કડબ — કઠણાઈ– અને કિનખાબ ========= =કચ્છના ,
 • (૧૪)  પટોળા — પટલાઈ– અને પ્રભુતા ==========   પાટણના,
 • (૧૫)  સંત—  શુરા—— અને  સાવજ =========== =સૌરાષ્ટ્રના ,
 • (૧૬)  વેપાર–  વણજ– અને વિશ્વનામના========= ગરવા ગુજરાતીના .
 • ===================================================
 • ગુજરાત=== ગુજરાત== ના ઉદભવનની  શુભેચ્છા  સાથે.
 • =================================================
 • સ્વપ્ન જેસરવાકર . ( ગોવિંદ  પટેલ )
 •  
Advertisements

નહેરુ થી નરસિહ સુધી

દોર   દમામ  
===========================================
નેતા  જેવો  દોરદમામ, બીજે  નથી    મળવાનો,
મોટર, બંગલા  ને આરામ, બીજે નથી  મળવાનો.
લાખ સમજાવે  લોક પણ નથી છુટતું  ” સ્વપ્ન “
ખુરશી  જેવો  પ્રેમ, બીજે ક્યાય નથી   મળવાનો
.=================================
 
    નહેરુ  થી  નરસિહ  સુધી============================
 
મતદાર  ને  આ ભારત , નહેરુ  થી  નરસિહ  સુધી,
એ  જ  ખુરશીની  લડત ,  નહેરુથી   નરસિહ  સુધી.
કૌભાંડોની  કથા  ક્દી,     કયારેક   સત્તાનો  નશો,
સમિતિ   નીમવાની રમત, નહેરુથી  નરસિહ સુધી.
મતદારોને  રીઝવવા  દામ ને દારૂની  મહેફિલ,
વચનોની   શી   કિંત,     નહેરુથી   નરસિહ સુધી .
ભાષણો –   ભોપાળા   ને   ભાડા  –  ભથ્થા ,
વિદેશ  પ્રવાસની   લત,  નહેરુથી   નરસિહ સુધી.
હારનો  ભય   છે  અને   ” સ્વપ્ન ”  છે  જીતનું,
સેવાને- સદાચારની  અછત , નહેરુથી નરસિહ સુધી.
===========================================
 
ગુજરાતના બેનમુન શાયર અને ગઝલકાર  જનાબ
શેખાદમ આબુવાલાના ” આદમ થી શેખાદમ સુધી”
પરથી  લખવાનો પ્રયત્ન  તેઓને શ્રધાંજલિ રૂપે.====
====================================
સ્વપ્ન જેસરવાકર
 
TAG== swapn ===  GOVIND  PATEL===
મારા  ગીતો- કવિતા -મુક્તકો-વાચો == સ્વપ્ન સમર્પણ
 
htt// swapna99.wordpress.com.

મુક્તક

પડીને પ્રેમમાં જુઓ હું વિખ્યાત થઈ ગયો છું
સ્વર્ગમાં જઈને પણ હું પ્રખ્યાત થઈ ગયો છું
” સ્વપ્ન”માં આવે છે પરીઓ ને અપ્સરાઓ ,
જીદગીના જંગમાંથી પણ હવે બાકાત થઈ ગયો છું
સ્વપ્ન જેસરવાકર

ગૌરવ કથા ગુજરાતની—— શૂન્ય પાલનપૂરી

વિશ્વને રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની,
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની.

‘ડાંગ’ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી,
દુશ્મનોએ જોઇ છે ક્યાં એકતા ગુજરાતની?

મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો,
રંગ લાવી છે શહીદી-ભાવના ગુજરાતની.

ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર,
ભૂલશે ઇતિહાસ ના ગૌરવ-કથા ગુજરાતની.

ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!’
કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની.

માતા કેરા ચીર સાથે ખેલનારા! સાવધાન!
કૈં મહાભારત ન સર્જે ઉર વ્યથા ગુજરાતની.

શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની.

-‘શૂન્ય’ પાલનપુરી

સન્કલન — સ્વપ્ન જેસરવાકર

તો આપો

ખુમારીના બાદશાહ મુરબ્બી “ઘાયલ” સાહેબે

રાજકોટમાં પંડિત જવાહરલાલ નહેરુને મોઢામોઢ
સંભળાવેલી એક રચના રજુ કરું છું.
======================================
તો આપો
=====================================
મેલું ઘેલું મકાન તો આપો !
ધૂળ જેવું ય ધાન તો આપો !
સાવ જુઠું શું કામ બોલો છો ,
કોક સાચી જબાન તો આપો.
થોડો ઝાઝો હિસાબ તો આપો !
ખોટો સાચો જવાબ તો આપો !
બાગમાં ભાગ છે અમારો પણ,
એક વાસી ગુલાબ તો આપો.
સુખના બે ચાર શ્વાસ તો આપો !
જીન્દગાનીનો ભાસ તો આપો !
મુક્ત વાતાવરણના સ્વામીઓ ,
કેં હવા કેં ઉજાસ તો આપો .!
મુક્તિનું એને સાજ તો આપો !
આદમીનો અવાજ તો આપો !
માઈના પુત માનવીને પ્રથમ ,
માનવીનો મિજાજ તો આપો !
(મુરબ્બી ” ઘાયલ “ સાહેબની જેમ હરેક નાગરિક આવી ખુમારી દાખવે તો
રાજકીય નેતાઓને હાજર હજૂર જવાબ મળી જાય …………
સ્વપ્ન જેસરવાકર

કરામત છે ” ક” ની અમેરિકામાં

(ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યંજન મૂળાક્ષર “ક ” જે શ્રી કૃષ્ણ અને કૈલાસપતિના
નામનો પ્રથમ અક્ષર છે .તેનો વપરાશ જાણ્યે અજાણ્યે અમેરિકામાં રોજીંદો થાય છે )
રાગ –==– મારી હુંડી સ્વીકારો મહારાજ રે ….. શામળા ગિરધારી
કોલમ્બસે શોધી કાઢ્યો આ દેશ રે …. અમેરિકાની બલિહારી
” ક” ની શરૂઆત ત્યાંથી થાય રે ………અમેરિકાની બલિહારી ——- (૧)
કામ મળે તો આ દેશમાં ને સુખેથી જીવાય
કાર વિના આ દેશમાં સહેજ પણ ના ચલાય
હે. કોલથી થાય હરે કામરે …………….અમેરિકાની બલિહારી ——–(૨)
કાચ તણા બારી- બારણા ને સર્વત્ર સોહાય
કિચન તો હર ઘરમાં અલાયદું જ રખાય
હે ….ક્લોઝેટ વિના ઘરમાંના ચાલે રે ……..અમેરિકાની બલિહારી ——-(૩)
કપડા-લતાના સેલ તો વારંવાર અહી થાય
કાગળ નો વપરાશ અહી વિષેસ પ્રમાણે થાય
હે ……કાર્પેટ તો ઘર- ઓફિસમાં નખાય રે …….અમેરિકાની બલિહારી ——(૪)
કોફીનો કપ તો સવારમાં હર હાથમાં દેખાય
કોટ- પેન્ટ અને ટાઈમાં બધા અપ્તુંડેત દેખાય
હે………કોલબેલ તો હર ઘરમાં નખાય રે ……..અમેરિકાની બલિહારી ——–(૫)
કચરાપેટી માટે અહી તો ગાર્બેચકેન રખાય
કોઈન લોન્ડ્રીમાં પૈસા નાખીને કપડા ધોવાય
હે………..કોકા કોલા ને ક્રશ બેહદ પીવાય રે……..અમેરિકાની બલિહારી ——–(૬)
ક્રેસીડા ને કોરોલા તો ટોયોટા ની વખણાય
કિંગ – કેબ ને ક્રેસલારની જોડ ના જણાય
હે…………કેડીલેક તો લકઝરીયસ ગણાય રે ……અમેરિકાની બલિહારી———-(૭)
કાર્ડ લખીને અહી કાગ્રેચુશન પણ અપાય
કેન્ડલ બુજાવીને પાર્ટીની શરૂઆત થાય
હે …… કેક કાપી ને અભિનંદન ગવાય રે …….અમેરિકાની બલિહારી ———(૮)
કોર્ન – કેક્ટસ ને કચુંબર ખુબ ખુબ ખવાય
કૉન ઓઈલ અને કૉન તોટિયા ખુબ વેચાય
હે…………..કોલગેટ ને ક્રેષ્ટ થી દંત મંજન થાય રે…….અમેરિકાની બલિહારી ——–(૯)
કેન્ડીબાર ને કુકી તો હરતે-ફરતે જ ખવાય
ક્રીમ પણ જાત-જાતની હરેક સ્ટોરમાં વેચાય
હે………….. કેબીનેટ તો ઘર ને ઓફિસમાં નખાય રે …..અમેરિકાની બલિહારી ——-(૧૦)
કોકટેલ પાર્ટીઓ તો વારે- તહેવારે યોજાય
કોકેઇન નો વેપાર પણ અહી અનહદ થાય
હે…………….કોલગર્લ ને કામિનીઓ રસ્તામાં ભટકાય રે …..અમેરિકની બલિહારી——–(૧૧)
કંપની દ્વારા પગારમાંથી ઇન્કમ ટેક્સ કપાય
કાર્યકરો પણ અનેક જાતના અહી દેખાય
હે……………..કોર્ટની-કચેરીની લફરાબાજી ગમેત્યારે થાય રે …..અમેરિકાની બલિહારી —–(૧૨)
કેરોલીના અને કેન્સાસ ના રાજ્યો અહી દેખાય
ક્લીપર -અને કિગ રમતની ટીમો વખણાય
હે……………..કેલીફોર્નીયા ને ગોલ્ડન સ્ટેટ કહેવાય રે …………..અમેરિકાની બલિહારી —–(૧૩)
કે- માર્ટના સ્ટોર તો આખા દેશમાં દેખાય
ક્લબો પણ અહી જાત-જાતની સ્થપાય
હે………………કેસીનોમાં કરોડોનો જુગાર ખેલાય રે ……………..અમેરિકાની બલિહારી ——-(૧૪)
કે- કેલ નાઈન અને કે ટીવી વખણાય
કેબલ નેટવર્કથી સમાચારો દેશમાં અપાય
હે………………..કોમ્પુટરનો ઉપયોગ સર્વત્ર થાય રે ……………………અમેરિકાની બલિહારી———-(૧૫)
કેનેડી તો થઇ ગયા વિશ્વશાંતિના દૂત
ક્લીન્ટન કેરા સ્વપ્ન “ સાકાર થાય
હે ………………ક્રિસમસથી વરસના વધામણા થાય રે …………………અમેરિકાની બલિહારી ———(૧૬)
સ્વપ્ન જેસરવાકર (જાન્યુઆરી ૧૯૯૫ માં લખેલ છે)

સ્વર્ણિમ ગુજરાતના વર્ષે અવિનાશ વ્યાસની રચના

ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહિ બરાબર
કે ભાષાની મીઠાશ નહિ , જાણે બોલે કાગડો- કાબર
ઉત્તરમાં પાટણની પ્રભુતા ને અંબાજી સાક્ષાત
અને દક્ષિણમાં આદિવાસીઓ ભાષાથી અજ્ઞાન
ને અમદાવાદમાં ચીપી ચીપીને …………………….પવાલામાં પાણી પીશો..
અમદાવાદમાં ચીપી ચીપીને બોલે બ્રાહ્મણ- નાગર ———- ગુજરાતી થઈ…
નર્મદનું સુરત જુઓ તો બોલે બોલે બોબડું ,
તું ને બદલે ટટતું નો ટ ત્યારે ..ત .. તોતડું
તપેલીને એ કહે પતેલી ……………………………….મારી લાખ્યા બટાકાનું હાક…
તપેલી ને એ કહે પતેલી પછી હોય શેઠ કે ચાકર ………….ગુજરાતી થઈ …
અચો …અચો … કઈ કચ્છી બોલે ને
કાઠીયાવાડી કહે હાલો….. એ હાલો બાપા ..
ચરોતરીનું કેમ છો.. ચ્યમ છો. ગરબડ ને ગોટાળો…..હેડો લ્યા….
સૌએ મળીને ભ્રષ્ટ કર્યો છે , આ ભાષાનો રત્નાકર ………..ગુજરાતી થઈ….
લેખકશ્રી…. અમર સદા અવિનાશ વ્યાસ ;
સ્વપ્ન જેસરવાકર